Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2853

પદ્મ શ્રી લેતાં સમયે 107 વર્ષનાં થિમક્કાએ તોડ્યો પ્રોટોકોલ, નરેન્દ્ર મોદીના આવા હતા રિએક્શન

  • પ્રકાશન તારીખ17 Mar 2019
  •  
107 વર્ષનાં સાલુમરદા થિમક્કાને જ્યારે દેશના અન્ય વિજેતાઓની સાથે પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા ત્યારે તેમણે જે રીતે પોતાનો પ્રેમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફ પ્રગટ કર્યો હતો તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પર્યાવરણ ક્ષેત્રે અનોખી કામગીરી કરવા બદલ તેમના વૃક્ષ માતાની ઉપાધિથી નવાજવામાં પણ આવ્યાં છે. શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થયેલ આ સમ્માન સમારંભમાં કડક સુરક્ષાની વચ્ચે પણ તેઓને કોઈ વ્યક્તિની તેમની લાગણી રાષ્ટ્રપતિ સમક્ષ વ્યકત કરતાં રોકી શક્યું નહોતું. જે બાદ આ ક્ષણ જોઈને ત્યાં હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર પણ હાસ્યની લકીરો જોવા મળી હતી. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસતાં મોંઢે સન્માન આપીને જે રીતે વહાલ કર્યું હતું તે ક્ષણને પણ બાદમાં રામનાથ કોવિંદે એક એપ્રતિમ મોમેન્ટ ગણાવીને ફોટો પણ શેર કર્યો હતો. જોઈ લો તમે પણ કે એ કઈ મોમેન્ટ હતી જેમાં પ્રોટોકોલ તૂટવા છતાં પણ ઈતિહાસના પન્ને ગૌરવપદ સ્થાન મેળવશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP