Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3015

લીંબુ શરબત પીવાના શોખીન હોય તો જોઈ લો, ક્યાંક તમે પણ નથી પીતાને?

  • પ્રકાશન તારીખ26 Mar 2019
  •  
મુંબઈના કૂર્લા રેલવે સ્ટેશનનો એક વીડિયો વાઈરલ થતાં જ લોકોનાં ભવાં ચડી ગયાં હતાં. ગરમી ચાલુ થવાની સાથે જ હવે લીંબુ શરબત કે અન્ય રસની ડિમાન્ડ વધવા લાગશે. તેવામાં હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા માટે કેટલાક ફેરિયા અને રેલવે સ્ટેશન પર ફૂડ સ્ટોલ ધરાવનારા પણ સક્રિય થઈ ગયા છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણીની ખુલ્લી ટેંકમાંથી પાણી લઈને બાદમાં એક મોટી પવાલીમાં લીંબુનું શરબત બનાવે છે. આજુબાજુમાં રહેલી ગંદકી અને પીવાલાયક પણ ના હોય તેવા પાણીથી બનેલો આ લીંબુ શરબત લોકોને બિમાર પાડવા માટે પૂરતો છે. રેલવે ઓથોરિટીએ પણ બાદમાં વાઈરલ વીડિયોના આધારે તપાસ આદરીને ત્યાં રેલવે સ્ટેશન પર આવેલા સ્ટોલની સીલ પણ કરી દીધો હતો જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા લેભાગુ તત્વોને પણ બોધપાઠ મળે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP