• Home
  • Dvb
  • Dbv
  • viral video pakistan pm imran khan doing lunch president delivering speech

ફજેતી / સ્ટેજ પર લંચ કરતાં કરતાં ઈમરાન ખાને રાષ્ટ્રપતિને કહ્યું, ઊભા થાઓ.., બાદમાં ઉભા થઈને કર્યું આવું

viral video pakistan pm imran khan doing lunch president delivering speech

Divyabhaskar

Feb 20, 2019, 07:40 PM IST

પાકિસ્તાનમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સ્વાગત માટે એક સ્ટેટ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે જ ત્યાં સ્ટેજ પર રાષ્ટ્રપતિ પણ હાજર હતા. ઈમરાન ખાન જ્યારે ખાવાનું ખાઈ રહ્યા હતા ત્યારે પાક. રાષ્ટ્રપતિ આરિફ અલવી મહેમાન માટેની સ્પીચ ત્યાં જ બેઠાં બેઠાં આપવા લાગ્યા હતા આ જોઈને તરત જ ઈમરાને જમવાનું અટકાવી કહ્યું હતું કે ઊભા થઈ જાઓ અને પછી જ ભાષણ આપો. આ શબ્દો સાંભળીને રાષ્ટ્રપતિ પણ થોડા ક્ષોભમાં મૂકાઈને પણ પોતાની જગ્યાએથી ઉઠીને નવેસરથી સ્પીચ આપવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો જોઈને ભારતીય યૂઝર્સે પાકિસ્તાનની જ મજાક ઉડાવીને કહ્યું હતું કે તમારા રાષ્ટ્રપતિને પણ પ્રોટોકોલ શું હોય તે ઈમરાન ખાને યાદ અપાવવું પડે છે.

X
viral video pakistan pm imran khan doing lunch president delivering speech

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી