શોકિંગ વીડિયો / મરી ગયેલા બાળકની ચોવીસ કલાક બાદ કરાઈ હતી દફનવિધી, અચાનક જ કબરમાંથી મૃત બાળકે પાડી બૂમો, ડરતાં ડરતાં લોકોએ ખોલ્યું તો નીકળ્યો જીવતો

Viral Video of Children Shouting When Buried

Divyabhaskar.com

Dec 19, 2018, 07:28 PM IST

ઇન્ડોનિશિયાના અંબોનમાં એક અજોબોગરીબ ઘટના સામે આવી હતી જેનો વીડિયો પણ બાદમાં વાઈરલ થવા લાગ્યો હતો. ગયા શનિવારે કોઈ કારણોસર મૃત્યુ પામેલો એક બાળક તેની દફનવિધીના સમયે અચાનક જ કબરની અંદર જ બૂમો પાડવા લાગ્યો હતો, તેની ચીસાચીસો સાંભળીને ડરી ગયેલા લોકોએ બાદમાં તેને અંદરથી જીવતો બહાર કાઢ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ લિઓપોલ્ડ નામની એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે જીસસ મહાન છે તેમના માટે કશું પણ અશક્ય નથી.કબરમાં દફનાવી દીધેલા મૃત બાળકમાં તેમણે પ્રાણ પૂરીને ફરી જીવન આપ્યું છે.આ આખી ઘટના બાળકના પરિવાર માટે પણ ચમત્કાર જેવી જ હતી કેમ કે તેના મૃત્યુના ચોવીસ કલાક બાદ જ તેમણે તેની લાશની અંતિમવિધી કરી હતી.કબરમાંથી જીવતા બહાર નીકળેલા આ બાળકને જોઈને બધા જ ખુશ થઈ ગયા હતા. જો કે તેમની આ ખુશી પણ વધુ સમય સુધી ટકી નહોતી કેમકે માત્ર બે જ કલાકમાં તે ફરીથી મૃત્યુ પામ્યો હતો.

અરબપતિએ ઊંચી બિલ્ડીંગ પરથી ફેંક્યા લાખો રૂપિયા, નીચે નોટો વીણવામાં થયો હોબાળો

X
Viral Video of Children Shouting When Buried

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી