Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2894

વરરાજાને કિડનેપ કરીને કરાવ્યા લગ્ન, પોલીસે જ દૂલ્હનની માંગમાં ભરાવ્યું સિંદૂર

  • પ્રકાશન તારીખ19 Mar 2019
  •  
બિહારના વૈશાલી જિલ્લાના મહુઆ ક્ષેત્રમાં આવેલા ફુલવરિયા ભદવાસ ગામમાં થયેલ એક લગ્નનો વીડિયો વાઈરલ થતાં જ ફરી એક પકડવા વિવાહ નામે બદનામ લગ્નનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કુરીતિમાં કન્યાપક્ષના માથાભારે લોકો કોઈ સુખી સંપન્ન યુવકનું અપહરણ કરીને તેની સાથે તમની દિકરીના લગ્ન બળજબરીથી કરાવી દે છે. સરકાર ભલે દાવો કરતી હોય કે તેમણે આ પ્રથા પર રોક લગાવી દીધી હોય પણ આ ઘટના સામે આવતાં જ ઉહાપો મચ્યો હતો. સ્થાનિક માર્કેટમાં હેર સલૂન ચલાવતા ક્રાંત નામના એક યુવકને યુવતીના ભાઈઓએ કિડનેપ કરી લીધો હતો. તેને સતત ત્રણ દિવસ સુધી બંધક બનાવ્યા બાદ પોલીસની હાજરીમાં જ બળજબરીથી દૂલ્હનની માંગમાં સિંદૂર પૂરાવ્યું હતું. આટલું ઓછું હોય તેમ પોલીસ જ તે યુવતી યુવક સાથે સાસરીમાં મૂકવા માટે ગઈ હતી અને તેને તે ઘરની વહુ તરીકે સ્વીકારી લેવાની ધમકી પણ આપી હતી. જે બાદ હવે ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP