Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1231

વિવાદ: ઇજિપ્તનાં પિરામિડની ટોચ પર ડેનિશ કપલે કપડાં ઉતારી અશ્લીલ હરકતો કરી, ફોટો-વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ10 Dec 2018
  •  

ઇજિપ્તમાં પિરામિડ પર ચઢવું સજાપાત્ર ગુનો છે, પરંતુ એક કપલે કથિત રીતે એક રાત ટોચ પર ચઢીને કપડાં પહેર્યા વગર ફોટોગ્રાફ્સ અને વીડિયો રેકોર્ડ કરી લીધા હતા. આ ફોટોગ્રાફ સામે આવ્યા બાદ ઇજિપ્તના લોકો રોષે ભરાયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, રાત્રે રેકોર્ડ કરવામાં આવેલા ત્રણ મિનિટના વીડિયોમાં એક પુરૂષ અને મહિલા પિરામિડ પર ચઢી રહ્યા છે તેવું દેખાય છે. વીડિયોના પાછળના ભાગે કાહિરાના ક્ષિતિજની સાથે ગીઝાના મહાન પિરામિડ જોવા મળી રહ્યા છે.

વીડિયો અને તસવીરો ડેનમાર્કના ફોટોગ્રાફર એડ્રિસ વિડેએ યુટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા પર મુક્યા હતા. જેમાં એડ્રિસ અને તેની સાથેની મહિલા પિરામિડની ટોચ પર અશ્લીલ હરકતો કરી રહ્યા છે.

ઇજિપ્તના એન્ટિક્વિટીસ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે, સોશિયલ મીડિયા પર પ્રસારિત વીડિયો ફિલ્મમાં બે વિદેશી રાત્રે પિરામિડ પર ચઢતાં જોવા મળ્યા, ત્યારબાદ તેઓએ એક તસવીર લીધી જેમાં તેઓએ સાર્વજનિક નૈતિકતાનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કર્યુ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP