Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1402

બિલ્ડીંગના બીજા માળે બારીમાંથી બહાર લટકતી માસૂમને બચાવવા અજાણ્યાએ પોતાનો જીવ નાખ્યો જોખમમાં, લોકોએ સાથે મળીને કર્યું કરાયું દિલધડક રેસ્ક્યુ

  • પ્રકાશન તારીખ21 Dec 2018
  •  

ચીનના રિઝાઓ શહેરમાં એક ડરામણું દૃશ્ય જોવા મળ્યું હતું. બીજા માળની બાલ્કનીમાં ત્રણ વર્ષનું માસૂમ લટકતું હતું તો તેને બચાવવા માટે એક માણસ પોતાના હાથનો ટેકો આપીને જીવ સટોસટનો ખેલ ખેલી રહ્યો હતો. આ માસૂમને બચાવવા માટે તે પોતે પણ કફોડી હાલતમાં મૂકાઈ ગયો હતો. જો કે બાદમાં તરત જ અન્ય કેટલાક લોકો પણ તેની મદદે પહોંચ્યા હતા જે બાદ બધાએ ભેગા મળીને તે બાળકનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. કોઈએ એક વ્યક્તિને પોતાના ખભા પર ઉભો રાખીને બાળક સુધી પહોંચાડી તો કોઈએ અન્યના પગ મજબૂત પકડીને સપોર્ટ કર્યો હતો. સાથે જ અન્ય કેટલાક લોકોએ તો નીચે પણ એક ચાદર પકડી રાખી હતી જેથી જો બાળક ત્યાંથી પડે તો તેને વાગે નહીં. આમ અનેક લોકોએ ભેગા મળીને આ બાળકને બચાવ્યું હતું. સોશિયલ મીડિયામાં પણ આ લોકોએ વાપરેલી સુઝબુઝ અને હિંમતના લોકોએ વખાણ કર્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP