Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3253

પાકિસ્તાની ટ્રાફિકવાળાનો બળાપો, કાયદાનો ભંગ કરી ચાઈનીઝ આ રીતે બનાવે મૂર્ખ

  • પ્રકાશન તારીખ13 Apr 2019
  •  
સોશિયલ મીડિયામાં એક પાકિસ્તાની ટ્રાફિકવાળાનો બળાપો વાઈરલ થતાં જ ત્યાં વસતા ચાઈનીઝો જે રીતે કાયદાનો ભંગ કરીને છટકી જવા માટે પેંતરો વાપરે છે તે મામલો પ્રકાશમાં આવ્યો છે. અગાઉ થઈ ગયેલા આવા અનુભવોને કારણે જ કદાચ આ પોલીસવાળાએ આ વીડિયો રેકોર્ડ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. વીડિયો બનાવીને તેણે પોતાના ઉપરી અધિકારીઓને પણ અરજ કરતાં કહ્યું હતું કે આ લોકો આપણા દેશમાં રહીને આપણને જ મૂરખ બનાવી રહ્યા છે. જ્યારે પણ તેમને કાયદાનો ભંગ કરવા બદલ રોકવામાં આવે તો તેઓ અંગ્રેજી કે ઉર્દૂ નહીં આવડતી હોવાનો ડોળ કરીને મૂંગા મૂંગા જ બેસી રહે છે. આ વીડિયોમાં પણ તેણે જે ચાઈનીઝ નાગરિકોને પકડ્યા હતા તે કરાચીની હોટલમાં નોકરી કરે છે અને તેમણે ટ્રાફિકના એક બે નહી પણ ત્રણ કાયદાનો ભંગ કર્યો હતો છતાં પણ તેમના પેટનું પાણી પણ નહોતું હલ્યું. આટલું ઓછું હોય તેમ તે કારચાલકે તો છેલ્લે કેમેરાને જ હડસેલી દીધો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP