• Home
  • Dvb
  • Dbv
  • Video of an elephant being beaten up in Kerala goes viral

શોકિંગ / હાથીને ઝાડ સાથે બાંધીને મહાવતોએ ગુજાર્યો અત્યાચાર, લોકોએ મચાવ્યો ઊહાપોહ

Video of an elephant being beaten up in Kerala goes viral

Divyabhaskar

Mar 29, 2019, 03:11 PM IST
કેરળના ત્રિસૂરમાં આવેલા એક સ્થળે ત્રણ મહાવતોએ ભેગા થઈને એક હાથી પર જે પ્રકારે અત્યાચાર કર્યો હતો તે જોઈને જ લોકો સહમી ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓએ હાથીના પગને ઝાડ સાથે બાંધી દીધો છે જે બાદ તેના પર લાકડીથી પ્રહાર પણ કરે છે. લાચાર પ્રાણી જ્યાં સુધી મારના લીધે બેભાન ના થઈ ગયું ત્યાં સુધી તેને ઢોરમાર માર્યો હતો.બાદમાં જો કે કેટલાક એનિમલ એક્ટિવિસ્ટોએ આ મુદ્દે અવાજ ઉઠાવીને કાયદેસરનાં પગલાં ભર્યાં હતાં. પોલીસે પણ કાયદાકીય જોગવાઈના આધારે આ હાથીના માલિક સહિત મહાવતોની સામે ફરિયાદ પણ કરી હતી.
X
Video of an elephant being beaten up in Kerala goes viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી