Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1242

Zomatoના ડિલિવરી બોયે ગ્રાહકોના પાર્સલને ખોલીને ટેસથી ખાધું ને ફરી કર્યું પેક, વીડિયો વાઈરલ થતાં જ કંપનીએ કર્યો આવો ખુલાસો

  • પ્રકાશન તારીખ11 Dec 2018
  •  

નેશનલ ડેસ્ક: ઓનલાઈન ફૂ઼ડ ઓર્ડરિંગ એન્ડ રેસ્ટોરાં પ્લેટફોર્મ Zomato વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કંપનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદમાં ઘેરાઈ છે. આ વીડિયોમાં Zomatoનો ડિલિવરી બોય ગ્રાહકોએ મંગાવેલા ખાવામાંથી પહેલા પોતે ખાઈ રહ્યો છે અને ત્યારબાદ તેને એવી જ રીતે પેક કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર ગ્રાહકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. 2 મિનિટના વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિએ Zomatoનો ડ્રેસ પહેરેલો છે. બાદમાં આ વીડિયો પર જવાબ આપતા Zomatoએ એક બ્લોગ પોસ્ટ લખી છે.

બે મિનિટનો છે આ વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો 2 મિનિટનો છે તેમાં Zomatoનો ડ્રેસ પહેરેલો એક વ્યક્તિ ગ્રાહકોના મંગાવેલા ખાવામાંથી ચમચીથી થોડી ખાઈ રહ્યો છે અને ત્યારબાદ તેને એવી જ રીતે પેક કરીને બેગમાં મૂકી રહ્યો છે. જોકે, બધા આ વીડિયોની પ્રમાણિકતા વિશે કંઈ કહી ના શકાય. સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેને લઈને ગુસ્સો ઠાલવી રહ્યા છે.

Zomatoએ શું કહ્યું?
આ વીડિયો પર જવાબ આપતા Zomatoએ એક બ્લોગ પોસ્ટ લખી છે. તેમાં કંપનીનું કહેવું છે કે, તે તેને લઈને આંતરિક તપાસ કરી રહી છે. આ સિવાય કંપનીનું કહેવું છે કે, તે તેના પાર્ટનર્સના ડિલિવરી બોય્સને આ વિશે શિક્ષિત કરશે.

વેરાવળના યોગા ટ્રેનરે શીખવી સામાન્ય કસરત, 2 મિનિટમાં બોડીને વાઇબ્રેશન કરી દે, અઠવાડિયામાં ચહેરો ચમક મારશે, થાક-સ્ટ્રેસનું નામ નહીં રહે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP