• Home
  • Dvb
  • Dbv
  • varanasi airport passenger manoj singh fell down due to cardiac arrest cisf personnel saved him

જવાનને સલામ / એરપોર્ટ પર પેસેન્જરને આવ્યો હાર્ટ એટેક, ચીત્તાની જેમ દોડીને પહોંચ્યો CISF જવાન

varanasi airport passenger manoj singh fell down due to cardiac-arrest cisf personnel saved him

Divyabhaskar

Feb 15, 2019, 04:32 PM IST

વારાણસી એરપોર્ટ પર એક એવું દૃશ્ય જોવા મળ્યું હતું જે જોઈને જ લોકોને સુખદ આંચકો લાગ્યો હતો. સેન્ટ્રલ ઈંડસ્ટ્રિયલ સિક્યોરીટી ફોર્સ(CISF)ના ઈન્સ્પેક્ટરના આવા ઉમદા કાર્યના લીધે સોશિયન મીડિયામાં પણ લોકો તેમના પર ફિદા થઈ ગયા હતા. વાત જાણે કે એમ હતી કે મનોજસિંઘ નામના એક મુસાફરને અચાનક જ હૃદયનો હુમલો આવતાં જ તેઓ નીચે ફસડાઈ પડ્યા હતા, જ્યાં ભીડ એકઠી થઈ ગયેલી જોઈને CISFની ટીમ પણ દોડતી ત્યાં પહોંચી ગઈ હતી. આખી સ્થિતિ સમજી ગયા બાદ તરત જ ઈન્સ્પેક્ટર નિરજકુમાર તે મુસાફરની પ્રાથમિક સારવાર કરવા લાગ્યા હતા. તેઓ કાર્ડિએક એરેસ્ટ સમયે આપવામાં આવતી સીપીઆરની પ્રોસેસ કરવા લાગ્યા હતા. જે તેમણે ત્યાં સુધી ચાલુ રાખી હતી જ્યાં સુધી આ મુસાફર પાસે ડોક્ટર ના આવે. તેમની આ ઇમરજન્સી માટેની ટેક્નિકની તાલીમ બધ્ધતાને કારણે એ મુસાફરનો જીવ બચી ગયો હતો.

તમને એ પણ જણાવી દઈએ કે કાર્ડિએક એરેસ્ટનો ભોગ બનનારને તાત્કાલિક સારવાર આપવા માટે ‘સીપીઆર’ ઇમરજન્સી માટેની ટેક્નિકની તાલીમ લીધેલી સામાન્ય વ્યક્તિ સીપીઆર કરી શકે છે. જ્યાં સુધી આવી ઊભી થયેલી ઇમજન્સી માટેની આધુનિક મદદ આવી ન પહોંચે ત્યાં સુધી ‘હેલ્થ કેર’ના અનુભવી ડોક્ટર સીપીઆરનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. જો આનો તરત જ ઉપયોગ કરાય તો દર્દીની બચવાની તક ૪૦ ટકાથી પણ વધુ વધી જાય છે.

X
varanasi airport passenger manoj singh fell down due to cardiac-arrest cisf personnel saved him

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી