• Home
  • Dvb
  • Dbv
  • up police neeraj kumar station officer of amroha helped two poor child

‘અમે દીવા વેચીએ છીએ પણ કોઈ નથી ખરીદતું…’ માસૂમ બાળકોનો જવાબ સાંભળીને જગ્યા ખાલી કરાવવા આવેલા પોલીસવાળા પણ પીગળી ગયા, એવો આઈડિયા વાપર્યો કે વેચાઈ ગયા બધા જ દીવા

up police neeraj kumar station officer of amroha helped two poor child

Divyabhaskar.com

Nov 11, 2018, 06:41 PM IST

ઉત્તરપ્રદેશના અમરોહામાં આવેલા સૈદ નગલીમાં દિવાળીમાં ભાઈ-બહેન ફૂટપાથ પર દિવડા વેચી રહ્યાં હતાં ત્યાં જ પોલીસની એક ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી.પોલીસને જોઈને જ આ માસૂમ ભાઈબહેનના આંખોમાંથી ડરના માર્યા આંસુ પણ આવવાનાં શરૂ થઈ ગયાં હતાં.બાળકોને લાગ્યું કે તેને પોલીસ તેમના આ જગ્યા પરથી હટાવી દેશે. બાળકોની માસૂમિયત જોઇને પોલીસ અધિકારી નીરજ કુમાર તેમની પાસે ગયા હતા અને ખૂબ જ પ્રેમથી તેમની વાત સાંભળી હતી. આશૂ નામના આ બાળકના પિતા હયાત નથી તો માતા પણ મજુરી કરીને તેમનું ઘર ચલાવે છે. તેમણે રડતાં રડતાં કહ્યું બહુ સમયથી બેઠા છીએ પરંતુ દિવા નથી વેચાઈ રહ્યા.અમે દિવાળી કેવી રીતે મનાવીશું, અમને અહીંથી ન હટાવો. ભાઈબહેનની આ વાત સાંભળીને પોલીસ અધિકારી નીરજ કુમારની આંખમાંથી પણ આંસુ આવી ગયા. તેમણે પોતે જ તેમની પાસેથી દિવડા ખરીદ્યા હતા. આટલું ઓછું હોય તેમ તે પોતે જ આ બાળકો પાસે ઉભા રહીને અન્ય લોકોને પણ ખરીદવા માટે અપીલ કરવા લાગ્યા હતા.જોત-જોતામાં તો બાળકના બધા જ દિવડા વેચાઈ ગયા. જેમ-જેમ દિવડા વેચાઇ રહ્યાં હતા બાળકના મોં પર ખુશી છવાઈ ગઈ હતી.પોલીસકર્મીઓના આ સુંદર પ્રયાસથી ગરીબ બાળકોની દિવાળી રોશન થઈ ગઇ હતી. આ ફોટો પણ એક યૂઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને જોઈને અનેક લોકોએ આ પોલીસકર્મીઓના વખાણ કર્યા હતા. બાળકોની દીવાળી ખરા અર્થમાં રોશન કરનાર આ પોલીસકર્મીઓના આ કામને વધુમાં વધુ લોકો સુધી આ વીડિયો શેર કરીને પહોંચાડો.

X
up police neeraj kumar station officer of amroha helped two poor child

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી