• Home
  • Dvb
  • Dbv
  • Union minister Nitin Gadkari faints on stage in Maharashtra

રાષ્ટ્રગાન વખતે સ્ટેજ પર અચાનક જ ઢળી પડ્યા નિતિન ગડકરી, ચક્કર આવ્યા, ગભરામણ થઈ અને ત્યાં જ બેહોશ થઈ ગયા

Union minister Nitin Gadkari faints on stage in Maharashtra

Divyabhaskar.com

Dec 07, 2018, 03:09 PM IST

વીડિયો: કેન્દ્રીય રોડ અને ટ્રાન્પોર્ટ મંત્રી નીતિન ગડકરી અચાનક ઢળી પડ્યા. મહારાષ્ટ્રના અહેમદનગરના રાહોરીમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન અચાનક જ ગડકરી બેહોશ થઈ ગયા. કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેલા ગડકરી સ્ટેજ પર હતા. અચાનક જ ચક્કર આવતા તેઓ બેહોશ થઈ ગયા. જો કે, બાજુમાં જ ઉભેલા રાજ્યપાલ સી.એચ. વિદ્યાસાગર રાવે ગડકરીને સંભાળી લેતા ગડકરી સીધા જ ખુરશી પર બેસી ગયા. રાષ્ટ્રગાન ચાલતું હોવાને કારણે બધા ઊભા હતા અને અચાનક જ તેમને ચક્કર આવતા ખુરશી પર ઢળી ગયા હતા. સુગર લેવલ ઘટી જતાં તે બેહોશ થઈ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.

X
Union minister Nitin Gadkari faints on stage in Maharashtra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી