Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-708

ક્રિકેટની સૌથી અજીબોગરીબ બોલિંગ એક્શન, બોલ ફેંકતી વખતે ફર્યો આખી ગોળ ફુદરડી તો અમ્પાયરે આપ્યો ડેડ બોલ

  • પ્રકાશન તારીખ09 Nov 2018
  •  

ઉત્તરપ્રદેશના ડાબોડી સ્પિનર એવા શિવા સિંહે તાજેતરમાં અંડર-23 સીકે નાયડૂ ટ્રોફીમાં બંગાળ વિરૂદ્ધ કરેલી બોલિંગ વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. સાથે જ તેની આ બોલિંગ એક્શનનો વીડિયો પણ જોરશોરથી વાઈરલ થયો છે. શિવા સિંહે 360 ડિગ્રી (આખી ગોળ ફુદરડી)ફરીને બોલ નાખ્યો હતો, જેને તરત જ એમ્પાયરે ડેડ બોલ ઘોષિત કર્યો હતો. બાદમાં આ આખા મામલાએ વિવાદ પકડ્યો હતો.કોઈએ કહ્યું હતું કે તેમાં કશું જ ખોટું નથી તો કોઈએ આ સહેજ પણ ના ચાલે નિયમો મુજબ બોલર આ પ્રકારની એકશન કરીને બેટ્સમેનનું ધ્યાન ભંગ કરે તો ડેડ બોલ જ કહેવાય તેવું જણાવ્યું હતું।આ એક્શન પર અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી હતી. આ બોલને સોશિયલ મીડિયા યૂઝર્સ નવરાત્રિ સ્પેશ્યલ બોલિંગ પણ જણાવી રહ્યાં છે. પૂર્વ દિગ્ગજ સાઇમન ટોફેલે પણ શિવા સિંહની એક્શન પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેને નિયમ વિરૂદ્ધ ગણાવ્યું છે. ટોફેલે આ બોલને જાણી જોઇને બેટ્સમેનનું ધ્યાન ભંગ કરનારી હરકત ગણાવી છે. શિવા સિંહના કહેવા પ્રમાણે તેણે વિજય હઝારે ટ્રોફીમાં પણ આવી બોલિંગ કરી હતી. તેનું માનવુ છે કે જો બેટ્સમેન રિવર્સ સ્વીપ શોટ રમી શકે છે તો બોલરને પણ આવું કઇક નવુ કરવાની આઝાદી હોવી જોઇએ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP