Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-603

નબળા હૃદયના લોકોએ આ વીડિયો ના જોવો, ઉપરથી જતી હતી ધસમસતી ટ્રેન ને મુસાફર તેની નીચે લપાઈને પડ્યો રહ્યો

  • પ્રકાશન તારીખ02 Nov 2018
  •  

રામ રાખે તેને કોણ જાણે, આ કહેવતને સાચા અર્થમાં ચરિતાર્થ કરે તેવો એક નજારો જોવા મળ્યો હતો રાજસ્થાનના ધોલપુર રેલવે સ્ટેશન પર, ઉપરથી ધસમસતી પસાર થતી ટ્રેન અને નીચે લપાઈને પડેલો આ શખ્સ જેને જોઈને કોઈનું પણ દિલ હચમચી જાય. એ યુવકની એક સામાન્ય ભૂલ પણ તેના માટે ઘાતક સાબિત થઈ શકતી હતી. રેલવેના પાટા ઓળંગીને બીજા પ્લેટફોર્મ તરફ જતા આ યુવકની પાછળથી અચાનક સંપર્કક્રાંતિ એક્સપ્રેસ આવી હતી. અને પછી જે થયું તે આપણી નજર સામે જ છે. મોતને સામે ભાળી ગયેલા આ યુવકને શું સૂઝ્યું કે તે જીવ બચાવવા માટે પાટા પર જ સૂઈ ગયો હતો.સદનસીબે તેનો આ જુગાડ સાચો સાબિત થયો હતો અને તેનો જીવ પણ બચી ગયો હતો. જો કે આ ઘટના એ બધા જ લોકો માટે બોધપાઠ સમાન છે જેઓ ગેરકાયદે રીતે રેલવેના પાટા ક્રોસ કરે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP