• Home
  • Dvb
  • Dbv
  • To collect the water women of Barde chi wadi would have to rappell in the well 15 times

પાણીનો પોકાર / પાણી ભરવા માટે રોજ 60 ફૂટ ઊંડા કૂવામાં ઊતરે મહિલાઓ, જીવના જોખમે તરસ છીપાવવા મજબૂર

Divyabhaskar

Jun 01, 2019, 05:15 PM IST

પાણી બચાવોની અપીલ કરતી જાહેરાતો કે હોર્ડિંગ તો તમે જોયાં જ હશે, એક એક ટીપાનું મહત્વ સમજાવવા માટે ઘણીવાર તેઓ ક્રિએટીવ લિબર્ટી લઈને એક સ્ટ્રોંગ મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે. જો કે એવું પણ કહેવાય છે કે ઘણીવાર વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધુ વિકરાળ કે વિકટ હોય છે. આ વાતને સાબિત કરવા માટે આ વીડિયોથી વધુ જીવંત ઉદાહરણ કદાચ કોઈ જ ના હોઈ શકે. જે પાણીના એક એક ટીંપા માટેની 60 ફૂટ ઉંડા કૂવામાં ઉતરવાની તેમની વ્યથાનું વર્ણન કરે છે. આ દૃશ્ય છે નાસિકના વૈતરણા ડેમથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલ બર્ડે ચી વાડીનું, સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયો સાથે એક ઈમોશનલ વાત પણ લખી છે, જેમાં કહ્યું છે કે જ્યાં મુંબઈમાં માથાદીઠ 100 થી 300 લીટર આસાનીથી મળે છે ત્યાં આ લોકો એટલા જ લીટર પાણી માટે સરેરાશ પંદર વખત આ કૂવામાં ઉતરીને એક બેડું પાણી ભરે છે. પાણી મેળવવા માટેની આ જોખમી રીત અખત્યાર કરીને પણ તેઓ પોતાની તરસ છિપાવવા માટે મજબૂર છે. નાસિક પાસેના આ આદિવાસી વિસ્તારની પાણી માટેની આ જદ્દોજિહાદ એ દરેક માટે આંખો ખોલી દેનારી છે જેઓ પાણીનો વપરાશ નહીં પણ વેડફાટ કરે છે.

જોઈ લો, આ ઘટનાનો વીડિયો પણ જેનાથી સમજાશે પાણીની કિમત શું હોય છે એ.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી