• Home
  • Dvb
  • Dbv
  • Titanic 2 could sail as soon as 2022|110 વર્ષ બાદ ફરી દરિયાઈ સફરે નીકળશે ટાઈટેનિક,

110 વર્ષ બાદ ફરી દરિયાઈ સફરે નીકળશે ટાઈટેનિક, 3,600 કરોડના ખર્ચે બની રહેલું આ નવું જહાજ પણ જૂના માર્ગ પર ચાલશે

Titanic 2 could sail as soon as 2022|110 વર્ષ બાદ ફરી દરિયાઈ સફરે નીકળશે ટાઈટેનિક,

Divyabhaskar.com

Oct 30, 2018, 01:28 PM IST

એ વાત કોઈ પણ વ્યક્તિથી અજાણી નથી કે બરફ સાથે અથડાવાને લીધે ટાઈટેનિક જહાજ પોતાના પ્રથમ સફરમાં જ ડૂબી ગયું હતું. અંદાજે 100 વર્ષ જૂની આ ઘટના હજુ પણ લોકોના દિલોદિમાગ પર કબજો જમાવીને બેઠી છે. જો એક મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો ફરીથી એક સદી બાદ આ જ નામનું જહાજ ફરી વખત પાણી પર તરવા માટે તૈયાર થઇ રહ્યું છે.જે લગભગ દરેક રીતે જૂના ટાઇટેનિક જેવી જ ખૂબીઓ ધરાવે છે. 2022 સુધીમાં દરિયાઈ સફરે નીકળનાર આ જહાજ એ જ માર્ગે આગળ વધશે જે માર્ગ પર જતાં સમયે જ ટાઈટેનિક 1 દુર્ઘટનાનો ભોગ બનીને ડૂબી ગયુ હતું. આટલું જ નહીં પણ આ જહાજમાં પણ એટલા જ મુસાફરોનો સમાવેશ કરવામાં આવશે જેટલા ડૂબી જનાર પ્રથમ ટાઇટેનિકમાં સવાર હતા.ખાસ તો બદલાયેલા સમય મુજબ આ નવા ટાઇટેનિકમાં અનેક સુવિધાઓ હશે જ જેમ કે આધુનિક નેવિગેશન તેમજ રડાર પણ જેથી સંભવિત હિમખંડોની આગોતરી જ જાણકારી મળી શકે. આ નવા ટાઇટેનિકમાં લાઈફ બોટ પણ બમણા જેટલી રાખવામાં આવશે.આ નવા જહાજનું નિર્માણ ઓસ્ટ્રેલિયાની કંપની દ્વારા ચીનમાં કરવામાં આવી રહ્યું છે જેના માટે અંદાજે 500 મિલિયન ડોલર્સ એટલે કે ત્રણ હજાર છસો કરોડ રૂપિયા જેટલો ખર્ચો આવશ.આ આખું સાહસ ઓસ્ટ્રેલિયન વ્યાપારી એવા ક્લાઈવ પામર નામના વ્યક્તિના દિમાગની ઉપજ છે.

X
Titanic 2 could sail as soon as 2022|110 વર્ષ બાદ ફરી દરિયાઈ સફરે નીકળશે ટાઈટેનિક,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી