Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2066

સિંહના વાઈરલ વીડિયો તો બહુ જોયા હશે, વાઘણનો આવો બિન્દાસ્ત અંદાજ નહીં જ જોયો હોય

  • પ્રકાશન તારીખ29 Jan 2019
  •  

મધ્યપ્રદેશના સિવનીમાં આવેલા પેંચ નેશનલ પાર્કમાં પ્રવાસીઓએ એક અનોખું જ દૃશ્ય જોયું હતું જેનો વીડિયો જોઈને પ્રાણીપ્રેમીઓમાં પણ ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. કોલરવાળી વાઘણ તરીકે જાણીતી અને આ નેશનલ પાર્કની શાન એવી વાઘણે ચાર બચ્ચાંને જન્મ આપ્યો હોવાની વાત હતી.જેમાંના એક બચ્ચા સાથે આજે વાઘણ પાર્કમાં ફરતી જોવા મળી હતી. તેનો આવો બિન્દાસ્ત અંદાજ જોઈને પ્રવાસીઓ પણ બે ઘડી તો કારમાં ત્યાં જ ઉભા રહી ગયા હતા. તમને એ પણ જણાવી દઈએ કે એક સાથે પાંચ બચ્ચાંને જન્મ આપવાનો રેકોર્ડ પણ આ વાઘનના નામે છે તેમજ તે અત્યાર સુધીમાં 26 જેટલા બચ્ચાને જન્મ પણ આપી ચૂકી છે. તેના ગળામાં રેડિયો કોલર આઈડી લગાવ્યું હોવાથી તેને કોલરવાળી વાઘણના નામે ઓળખવામાં આવે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP