• Home
  • Dvb
  • Dbv
  • This Car Was Damaged After It Collided With A Cycle. Nothing Happened To The Cycle

અજીબ અકસ્માત / મોંઘીદાટ કાર સાથે સાઇકલ અથડાઈ તો કારનું બોનેટ તૂટ્યું પણ સાઈકલને થયું સામાન્ય જ નુકસાન, લોકોએ કાર કંપનીની મજાક ઉડાવી

This Car Was Damaged After It Collided With A Cycle. Nothing Happened To The Cycle

Divybhaskar

Jan 06, 2019, 06:32 PM IST

બેઇજિંગ | ચીનનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સાઇકલ અને કાર વચ્ચે ટક્કર થઇ ગઇ, જેમાં સાઇકલને કોઇ નુકસાન ન થયું પણ કારના બોનેટને ઘણું નુકસાન પહોંચ્યું. આ ટક્કરનો ફોટો સામે આવતાં જ લોકોએ કાર કંપનીની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ કહ્યું કે શું હવે મોબાઇલ કંપની નોકિયા તેના ફોન્સ જેવી મજબૂત સાઇકલો પણ બનાવવા લાગી છે? તો કેટલાક લોકોએ આ ફોટોઝ અને વીડિયોઝને બનાવટી ગણાવતાં પોલીસે નિવેદન જારી કરી કહ્યું કે ફોટો-વીડિયો બનાવટી નથી. તેમની સાથે કોઇ છેડછાડ નથી કરાઇ. ઘટના શેનજાન શહેરની છે અને સંપૂર્ણપણે સાચી છે. પોલીસે એમ પણ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કારચાલક સુરક્ષિત છે પણ સાઇકલચાલકને ઇજા થઇ છે.

આ ઈમોશનલ વીડિયો પણ તમને ચોક્કસ ગમશે જેને જોઈને લોકોએ કહ્યું, 'ગાયે ગોદ લઈ લીધાં કૂતરીનાં બચ્ચાં'​

X
This Car Was Damaged After It Collided With A Cycle. Nothing Happened To The Cycle

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી