• Home
  • Dvb
  • Dbv
  • Thief shoot by homeowner viral video in south america

શોકિંગ / ઘરની અંદર દરવાજામાં જ બંદૂક લઈને ત્રાટક્યો શાતિર ચોર, મહિલા ગાડીની ચાવી મૂકીને ભાગી પણ મર્દ મકાનમાલિકે ચોરને ધરબી દીધી ધડાધડ ગોળીઓ

Thief shoot by homeowner viral video in south america

Divyabhaskr

Jan 13, 2019, 06:26 PM IST

વીડિયો ડેસ્ક- સામાન્ય રીતે તો હાથમાં હથિયાર હોય સામેના વ્યક્તિ પાસે તો કોઈના મોંઢામાંથી અવાજ પણ ના નીકળે એવામાં જો કોઈ લૂંટારો સામે આવી જાય તો જીવ અધ્ધર જ થઇ જતો હોય છે. જો કે સાઉથ અમેરિકાના એક સીસીટીવીમાં જોવા મળે છે કે કઈ રીતે ઘરમાલિકે તેમની પત્ની પર આવી પડેલી આફતનો બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો હતો. આ એવો વળતો હુમલો હતો કે જેમાં ચોરના જ હોશ ઉડી ગયા હતા.સીસીટીવીમાં જોઈ શકાય છે કે જેવી એક મહિલા પોતાની કાર લઈને ઘરમાં પ્રવેશ કરે છે કે તરત જ એક ચોર હાથમાં ગન લઈને તેના પાર હુમલો કરે છે. ડરીને તે મહિલા સીધી જ સાઈડમાં ખસી જાય છે તો ચોર પણ કાર લઈને જ ભાગવાની ફિરાકમાં હોય છે. જો કે બહાર શું થયું હશે તે વાત અંદાજો આવી ગયો હોય તેમ અંદરથી ઘરમાલિક પણ ગન લઈને આવે છે. ચોર અને મકાનમાલિક સામસામે એકબીજાને બંદૂક તાકીને ફાયરિંગ કરે છે જેમાં ચોરને ગોળી વાગતાં જ તે ગંભીર રીતે ઘાયલ થઈને પટકાય છે.

X
Thief shoot by homeowner viral video in south america

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી