Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-568

દુનિયાની કોઈ પણ કુદરતી હોનારતથી બચાવશે આ અનોખું ઘર, છે આવી ખાસ ડિઝાઇન

  • પ્રકાશન તારીખ31 Oct 2018
  •  

શું તમે ક્યારેય કલ્પના કરી છે ખરી કે એવું કોઈ સ્થાન હોય જે તમને કુદરતી હોનારતો સામે રક્ષણ આપે? સામાન્ય રીતે તો તમે ના જ કહેવાના પણ હવે તૈયાર છે હવા ભરેલા ગુંબજ જેવું ઘર જે તમને બચાવી શકશે. આ ખાસ પ્રકારની ડિઝાઈનથી બનાવેલા આ ઘરની રચનાને મૉનલિથિક ડોમ તરીકે ઓળખવામાં આવે છે. બહારથી સામાન્ય લાગતું આ ઘર ગજબની ક્ષમતા ધરાવે છે. જો તેની મજબૂતીની વાત કરીએ તો આવા ઘરની ચારેબાજુ સ્ટિલ-કૉંક્રીટનો સપૉર્ટ હોય છે તેમજ એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક તેની પર ઢાંકવામાં આવે છે. અન્ય પરંપરાગત મકાનો કરતાં આ ડિઝાઈનવાળું ઘર 50 ટકા વધુ વીજળીની બચત કરે છે. તેની ડિઝાઈન જ આગ, ટોર્નેડો, હરિકેન કે પછી ધરતીકંપ જેવી અનેક કુદરતી આપત્તિઓ સામે ટકી રહેવા માટે સક્ષમ છે. આ પ્રકારના ઘરનું નિર્માણ કરનાર ડેવિડ સાઉથનું સ્વપ્ન છે કે દુનિયામાં દરેક જગ્યાએ આ પ્રકારની ડિઝાઈનનો વ્યાપ વધે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP