• Home
  • Dvb
  • Dbv
  • Telangana Mall Sees Stampede Like Situation Over Sarees

10 રૂ.માં એક સાડી / સાડીઓના સેલમાં મહિલાઓનાં ધાડેધાડાં ઉમટતાં મોલ કર્યો બંધ, શટર તોડીને અંદર ઘૂસીને મફતમાં લેવા જતાં હાથ-પગ પણ ભાગ્યા

Telangana Mall Sees Stampede-Like Situation Over Sarees

Divyabhaskar

Feb 17, 2019, 06:00 PM IST

તેલંગાણામાં આવેલ સિદ્દિપટના એક મોલમાં સસ્તી સાડીઓનો સેલ લાગવાથી ત્યાં મહિલાઓએ આતંક મચાવ્યો હતો. જેના લીધે અનેક મહિલાઓના જીવ પણ જોખમમાં મૂકાયા હતા તો સાથે કેટલીક સ્ત્રીઓ તો અફડાતફડી વચ્ચે લૂંટાઈ હોવાની વાત પણ બહાર આવી હતી. વાત જાણે એવી હતી કે ત્યાંના ફેમસ CMR શોપિંગ મોલમાં માત્ર 10 Rs.માં જ સાડીઓનો સેલ યોજવામાં આવ્યો હતો. આ ઓફરનો લાભ લેવા માટે મહિલાઓનાં ધાડેધાડાં ત્યાં ઉમટી પડતાં પડે તેના કટકા જેવો ઘાટ થયો હતો. પરિસ્થિતીની ગંભીરતા જોઈને આયોજકોએ પણ મોલ બંધ કરી દીધો હતો. જે બાદ મહિલાઓએ આવેશમાં આવી જઈને શટર તોડીને અંદર એન્ટ્રી મારી હતી જો કે તેના લીધે ત્યાં સસ્તી સાડીઓ લેવા માટે અફડાતફડી થતાં જ અનેક મહિલાઓ નીચે પટકાઈ હતી જેના લીધે ગંભીર ઘાયલ પણ થઈ હતી સાથે જ કોઈની પાસે રહેલી કિંમતી વસ્તુઓ પણ ભીડનો લાભ લઈને કોઈ લૂંટી ગયું હતું. પોલીસે પણ તત્કાલ ત્યાં જઈને સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો.

X
Telangana Mall Sees Stampede-Like Situation Over Sarees

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી