• Home
  • Dvb
  • Dbv
  • Teenager clings to elephant's TUSK as it picks her up and rampages

શોકિંગ હોનારત / સેલ્ફી લેવા જતાં સગીરા ફસાઈ હાથીની સૂંઢમાં, સર્જાયું ડરામણું દૃશ્ય

Teenager clings to elephant's TUSK as it picks her up and rampages

Divyabhaskar

Feb 10, 2019, 04:17 PM IST
થાઈલેન્ડમાં બજારમાં ભરાયેલા મેળામાં હાથીનો આતંક જોવા મળ્યો હતો. મસ્ત મજાના શાંત માહોલમાં એક સગીરા હાથીની સાથે સેલ્ફી લઈ રહી હતી ત્યાં જ અચાનક હાથીએ પિત્તો ગુમાવ્યો હતો. બાદમાં ભાગેલા આ ગાંડાતૂર હાથીની સૂંઢમાં જ તે યુવતી સપડાઈ ગઈ હતી. હાથીએ સૂંઢ પર જ સગીરાને લટકતી રાખીને આમથી તેમ ફંગોળી હતી જેના લીધે ત્યાં પણ અફડાતફડીનો માહોલ પેદા થયો હતો. આજુબાજુ રહેલા સ્ટોલ પણ તૂટી ગયા હતા. હાથીનો આતંક વધુ ઉગ્ર બનવા લાગ્યો હતો જેના લીધે તે યુવતીનો હાથ જ તેના દાંત અને સૂંઢ વચ્ચે જ રહેતાં તે નીકળી પણ શકતી નહોતી, બીજી તરફ હાથીનો મહાવત પણ તેના પર કાબૂ મેળવી શક્યો નહોતો. બાદમાં સદનસીબે હાથીની પકડ ઢીલી પડતાં જ તે બહાર નીકળી શકી હતી. આ આતંકમાં સામાન્ય ઈજાઓ તેને થઈ હોવાની માહિતી સામે આવી હતી તો સાથે જ તેણે બાદમાં લોકોની માફી પણ માગી હતી કેમ કે તેના કારણે મેળાનો આનંદ થોડો બગડ્યો હતો.
X
Teenager clings to elephant's TUSK as it picks her up and rampages

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી