• Home
  • Dvb
  • Dbv
  • Teacher Strips Minors For Coming Late To Andhra School, Video Goes Viral

શિક્ષકની બર્બરતા / સ્કૂલે મોડા આવેલાં બાળકોને ટીચરે આપી ક્રૂર સજા, નિર્વસ્ત્ર કરી ક્લાસની બહાર ઊભા રાખી દીધા

Teacher Strips Minors For Coming Late To Andhra School, Video Goes Viral

Divyabhaskar.com

Dec 28, 2018, 02:42 PM IST
આંધ્રપ્રદેશના ચિત્તુરનો એક આઘાતજનક વીડિયો સામે આવ્યો છે. તેમાં એક ટીચર બાળકો સાથે બર્બરતા આચરી રહ્યા છે. ચિત્તુરની ચૈતન્ય ભારતી સ્કૂલમાં ભણતા આ બાળકો સ્કૂલે મોડા આવ્યા હતા, જેની તેમને આવી ક્રૂર સજા મળી. બાળકો સ્કૂલે મોડા આવતાં ટીચરે તેમને નિર્વસ્ત્ર કરીને ક્લાસની બહાર ઊભા રાખી દીધા. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં બાળકોના વાલીઓ સહિત સ્થાનિક લોકો દંગ રહી ગયા અને તેમણે ટીચર તથા સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી. સ્થાનિક સામાજિક કાર્યકરો બાળકોના કાઉન્સેલિંગની પણ માગ કરી રહ્યા છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલુ છે અને જે કોઇ પણ દોષિત જણાશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. 2019-20 માટે સ્કૂલની માન્યતા પણ રદ થઇ શકે છે.

X
Teacher Strips Minors For Coming Late To Andhra School, Video Goes Viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી