Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3337

શ્રીલંકાના ચર્ચમાા કરાયેલા બોમ્બ બ્લાસ્ટનો શંકાસ્પદ સીસીટીવીમાં ઝડપાયો, ખભે ભારે બેગ ભરાવીને ફરતો જોવા મળ્યો દાઢીધારી યુવક

  • પ્રકાશન તારીખ23 Apr 2019
  •  
શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને હોટલમાં થયેલા આઠ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 310 થઇ ગઇ છે. તેવામાં આત્મઘાતી હુમલા બાદ પોલીસ તપાસમાં એક સીસીટીવી હાથ લાગ્યા છે જેમાં આ હુમલાખોર તેના ખભા પર ભારે બેગ લઈને જતો જોવા મળે છે. આ સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે એક દાઢીધારી યુવક નેગોમ્બોના સેબસ્ટિયન ચર્ચમાં પણ જ્યાં પ્રેયર ચાલી રહી હતી તે દિશામાં પ્રવેશ કરે છે. તમને એ પણ જણાવી દઈએ કે આ એ જ ચર્ચ છે જ્યાં આ આત્મઘાતી હુમલામાં અંદાજે 110 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ચર્ચ સહિત અન્ય અલગ અલગ સ્થળોએ થયેલા આ બોંબ બ્લાસ્ટમાં કુલ 310 લોકો મોતને ભેટ્યા હતા. આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળતો દાઢીધારી યુવક જ આતંકી સંગઠન નેશનલ તૌહીદ જમાતનો સભ્ય હોવાની શંકા તપાસ એંજન્સીઓ વ્યક્ત કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ દરેક હુમલાખોર આ પ્રકારની બેગ લઈને જ જે તે સ્થળે પહોંચ્યો હતો. પોલીસે અત્યાર સુધી 24 લોકોની ધરપકડ કરી છે, પરંતુ આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે કોઇ માહિતી બહાર આવી નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP