ઉડતા કરોળિયા / આકાશમાંથી વરસ્યા કરોળિયાઓ, ઉડતા કરોળિયાઓએ ઉડાવ્યા લોકોના હોશ, જોતજોતામાં વાઈરલ થયું આ ડરામણું દૃશ્ય

spiders raining from sky viral video

Divyabhaskar

Jan 15, 2019, 01:05 PM IST

સોશિયલ મીડિયામાં બ્રાઝિલના એક વીડિયોએ સનસની મચાવી હતી.જેમાં દેખાતું હતું કે કઈ રીતે હજારોની સંખ્યામાં વિશાળ કદના કરોળિયાઓ આકાશ પર કબજો જમાવી લે છે એવું જ લાગતું હતું કે જાણે કે આસમાનમાંથી કરોળિયાઓનો વરસાદ થઈ રહ્યો છે. સેસિલિયા નામની એક યુવતીએ જેવો જ આ વીડિયો તેના ફેસબૂક અકાઉન્ટ પર અપલોડ કર્યો કે તરત જ તે વાઈરલ થવા લાગ્યો હતો.થોડીક જ મિનિટોમાં યૂઝર્સ પણ અવનવી કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા. બહુ જ ડરામણું આ દૃશ્ય સામાન્ય વ્યકિતને વિચલિત પણ કરી શકતું હતું. જો કે બાદમાં કોઈ નિષ્ણાતે આખી ઘટના પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે આ કોઈ વિચિત્ર વરસાદ નહોતો કે જેમાં કરોળિયા વરસે, હકિકતમાં આ વિશાળ કરોળિયાઓએ એક મોટું જાળું હવામાં જ બનાવ્યું છે જે વીડિયોમાં દેખાઈ શકતું નથી.અને આ જ જાળામાં એ કરોળિયાઓએ ટહેલતા હોવાથી આવો નજારો પેદા થયો હતો.

X
spiders raining from sky viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી