Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1305

6 ફુટ લાંબા સાપે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને વ્યક્તિ પર કર્યો હુમલો, ફૂંફાડા મારતા આ કાળોતરા સામે ડર્યા વગર પગેથી કાબૂમાં કરીને પકડ્યો

  • પ્રકાશન તારીખ15 Dec 2018
  •  

થાઈલેન્ડના એક પોલીસ સ્ટેશનના આ સીસીટીવી ફૂટેજ જોઈને જ કાચાપોચાને તો કંપારી આવી જાય. કોઈ કામે આવેલી એ વ્યક્તિ પર અચાનક જ 6 ફુટ લાંબો કોબરા હુમલો જ કરી દે છે. જો કે એ વ્યક્તિ પણ આ ફૂંફાડા મારીને ડંખવા માટે તલપાપડ કાળોતરાથી ડરતો નથી. કૂદીને સીધા જ પગ પર આવેલા આ સાપને તે તરત જ પગથી જ દબોચવા માટે પ્રયત્ન કરે છે. સાપ પકડવામાં આ વ્યક્તિ એક્સપર્ટ હોય તેમ તેને પકડી પણ લે છે. બાદમાં તે પોલીસવાળાના રૂમ તરફ જાય છે જ્યાં હાજર પોલીસ પણ તેના હાથમાં આવો 6 ફુટ લાંબો સાપ જોઈને ડરી જાય છે અને તેને બહાર જવા માટે ઈશારાઓ પણ કરે જ છે. આ વ્યક્તિ પોલીસ સ્ટેશનની બહાર જઈને આ સાપને સલામત સ્થળે છોડી પણ મૂકે છે.

આ વીડિયો પણ ના ચૂકતા:

કુદરતની મહેરબાની! એક સાથે બે બોરમાં પાણી આવ્યું, પ્રેસર એવું કે ચાલતી રિંગ દબાઈ ગઈ

ખેડૂતની ગજબની કોઠાસૂઝ, પિયત સાથે ખાતરનો શોધ્યો જુગાડ, ધોરિયામાં મૂકી ઓટોમેટિક ઓરણી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP