• Home
  • Dvb
  • Dbv
  • હારના ડરથી ઉમેદવારનો હાઈવૉલ્ટેજ ડ્રામા, જમીન પર આળોટ્યો, કપડાં ફાડ્યાં,shahjahanpur leader torn off his clothes and cried in front of collector office

ડ્રામા / હારના ડરથી ઉમેદવારનો હાઈવૉલ્ટેજ ડ્રામા, જમીન પર આળોટ્યો, કપડાં ફાડ્યાં અને પોતાને જ મારવા લાગ્યો

divyabhaskar.com

May 01, 2019, 04:30 PM IST
બેન્ડ બાજા અને બારાતીઓ સાથે નોમિનેશન દાખલ કરનાર સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર વૈદ્ય રાજકિશન ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે ઈવીએમ મશીનમાં ગરબડી અને નક્કી કરેલા સમય કરતા વધારે સમય સુધી મતદાન કરાવવાનો આરોપ તંત્ર પર લગાવ્યો છે. હારના ડારથી વૈધ રાજકિશન કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પરિસરમાં આળોટવા લાગ્યા હતા. એટલું જ નહીં પોતાના જ કપડાં ફાડીને પોતાને જ મારવા લાગ્યા હતા. નેતાજીના આ હાઈ વૉલ્ટેજ ડ્રામાની લોકોએ મજા લીધી હતી. અને જિલ્લા તંત્રએ નેતાજીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી