Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1700

-17 ડિગ્રીમાં પણ જીવતો રહ્યો 11 મહિનાનો બાળક, દોઢ દિવસથી દટાયેલો હતો ઈમારતની નીચે

  • પ્રકાશન તારીખ08 Jan 2019
  •  

Video Desk: રશિયાના માગ્નિતોગોર્સ્ક નામના શહેરમાં થયેલી એક દુર્ઘટના બાદ એક ચમત્કાર જેવી ઘટના જોવા મળી હતી. સોમવારે થયેલા એક અકસ્માત બાદ આખું બિલ્ડીંગ જ ધરાશાયી થયું હતું જેના કારણે તેમાં અનેક લોકો ત્યાં દટાયેલા હતા. માઈનસ 17 ડિગ્રીવાળા અહીંના તાપમાનમાં લોકોનું રેસ્ક્યુ પણ 36 કલાકથી ચાલી રહ્યું હતું. હવે આ કાટમાળમાંથી કોઈ વ્યક્તિ જીવિત નીકળે તેવી નહીંવત આશાઓ હતી ત્યાં જ અચાનક જ કોઈના કાને રડતા બાળકનો અવાજ પડે છે. તેનો અવાજ સાંભળીને તરત જ રેસ્ક્યુ ટીમ પણ તેને શોધીને બહાર કાઢવામાં લાગી હતી હતી જેને અંતે બહાર પણ નીકાળ્યો હતો. કાતિલ ઠંડીમાં ગંભીર રીતે ઘાયલ થઈને આવા કાટમાળમાં લગભગ દોઢ દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝોલાં ખાનાર આ માસૂમની ઉંમર પણ માત્ર 11 મહિનાની જ હતી. તેની આ સ્ટોરી જાણ્યા બાદ આ ઈવાન નામનો બાળક રાતોરાત રશિયામાં બહાદુર બાળક તરીકે જાણીતો થયો હતો. વધુ સારવાર માટે તેને મોસ્કોની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP