Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1954

મોબાઈલ લઈને ભાગેલા ચોર પાછળ યુવાને લગાવી દોટ, જેવો કૂદ્યો ને તરત જ આવી ટ્રેન...

  • પ્રકાશન તારીખ22 Jan 2019
  •  

વીડિયો ડેસ્ક: મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશનના આ શોકિંગ સીસીટીવી જોઈને તમારું હૃદય પણ ધબકારો ચૂકી જશે.ટ્રેનની રાહ જોઈને બેઠેલા કાકો-ભત્રીજો મોબાઈલમાં સમય પસાર કરી રહ્યા હતા. ત્યાં જ એક યુવક તેમની બાજુમાં આવીને ઉભો રહે છે અને જેવો મોકો મળે છે કે તરત તેમના હાથમાંથી મોબાઈલ ઝુંટવીને ટ્રેક પર કૂદી જાય છે. બાદમાં તેની પાછળ આ યુવક પણ આજુબાજુ જોયા વગર જ કૂદકો મારવા જાય ત્યાં જ પગ લપસતાં જ સામે આવતી ટ્રેનની નીચે જ પટકાય છે. જે જોઈને લોકોના મોંમાંથી પણ ચિત્કાર પડે છે. આખી ટ્રેન પસાર થઈ ગયા બાદ લોકો તેને ઝડપથી સારવાર માટે દાખલ કરે છે જ્યાં તેને આઈસીયુમાં રાખવો પડ્યો છે. પોલીસે પણ બાદમાં સીસીટીવીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જો કે મોબાઈલ બચાવવાના ચક્કરમાં યુવકનો જીવ જોખમમાં મૂકાઈ ગયો છે. મળતી વિગતો પ્રમાણે આ ભોગ બનનાર યુવક ગુજરાતના સુરત આવવા માટે ટ્રેનની રાહ જોતો હતો જેના પરથી તે ગુજરાતી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP