પરિણીતાએ પ્રેમી સાથે કોર્ટ મેરેજ કર્યા, ડખો થતાં દોઢ મહિનામાં છોડી દીધો, પ્રથમ પતિએ કહ્યું- બીજી વાર લગ્ન કરે તો સ્વીકારું, સરપંચની સમજાવટથી ફરી વાર ઘર માંડ્યું

Remarriage of husband-wife by sarpanch

Divyabhaskar.com

Nov 18, 2018, 08:20 PM IST
વીડિયો ડેસ્કઃ બિહારના વૈશાલીમાં અજબ પ્રેમનો ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિસ્સો વૈશાલી જિલ્લાના ચકૌસન બજાર વિસ્તારનો છે. એક દુકાનમાં કામ કરતી બે બાળકોની માતાને લગ્નનાં સાત વર્ષ બાદ એક પરિણીત પુરુષ સાથે પ્રેમ થઈ ગયો. પ્યારમાં પાગલ બંનેએ એક જ મહિનામાં કોર્ટ મેરેજ પણ કરી લીધા. જોકે લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગ પેદા થયો અને બંને છૂટા થઈ ગયા. આ બાજુ પ્રથમ પતિએ એવી શરત રાખી જો તેણી બીજી વાર તેની સાથે લગ્ન કરે તો જ તેને ઘરમાં લાવશે. બાદમાં ગામના સરપંચ અને લોકોની હાજરીમાં બંનેના બીજી વાર લગ્ન કરવામાં આવ્યા હતા.

X
Remarriage of husband-wife by sarpanch

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી