Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-155

મોદીના મંત્રીએ કહ્યું, ભારત બંધના લીધે બિહારમાં મરી બાળકી, પણ બહાર આવ્યું આ સત્ય

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવના વિરોધમાં સોમવારે કોંગ્રેસના ભારત બંધ પર ભાજપે નિશાન સાધ્યું હતું. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઓઈલના વધતાં ભાવ ઘટાડવા અમારા હાથમાં નથી. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ ઓઈલના ભાવ નક્કી થાય છે. પેટ્રોલના ભાવ વધારામાં સરકારનો કોઈજ હાથ નથી.

બિહારમાં ભારત બંધ દરમિયાન થયેલાં બાળકીના મોત પર તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. રવિશંકર પ્રસાદે કહ્યું કે, "બંધ દરમિયાન ક્યારેય એમ્બ્યુલન્સને રોકવામાં નથી આવતી. બે વર્ષની બાળકીના મોત પર રાહુલ ગાંધી જવાબ આપે. અમે પ્રજાની પરેશાનીની સાથે ઊભા છીએ."

જો કે ત્યાંના SDO પારિતોષ કુમારે જણાવ્યું હતું કે બાળકીનું મોત બંધ કે ટ્રાફિક જામના લીધે નહીં પણ ઘરવાળાઓ તેની સારવાર કરવા માટે જ લેટ નીકળ્યા હતા. જો તેની સારવાર વહેલા કરવામાં આવી હોત તો કે તે બચી શકતી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP