• Home
  • Dvb
  • Dbv
  • Pulwama attack Prime Minister Narendra Modi pays tribute to the soldiers

પુલવામા હુમલો / જવાનોના કોફિનની સામે મોદીએ કર્યું આવું, જે માત્ર અંગત લોકો જ કરતા હોય

Pulwama attack Prime Minister Narendra Modi pays tribute to the soldiers

Divyabhaskar

Feb 17, 2019, 01:55 PM IST

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે બપોરે ભારતીય ઇતિહાસના સૌથી મોટાં આત્મઘાતી હુમલાએ આખા દેશને હચમચાવી દીધો હતો. પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર થયેલા આ હુમલામાં 40 જવાન શહીદ થયા છે, જ્યારે અનેક જવાન હજુ પણ ઘાયલ છે. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુરક્ષા મામલાના કેબિનેટ કમિટીની બેઠક થઇ હતી. ગૃહમંત્રી રાજનાથ સિંહે શ્રીનગરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી, આ દરમિયાન તેઓએ જવાનોના પાર્થિવ શરીરને કાંધ આપી હતી. ત્યારબાદ શહીદોના પાર્થિવ શરીરને દિલ્હી લાવવામાં આવ્યા હતા જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રદ્ધાંજલિમાં શહીદો પ્રત્યે પોતાનાપણાની લાગણી જોવા મળી હતી. તેમણે હાથ જોડીને શહીદોને પ્રણામ કરીને તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી જે બાદ તરત જ 180 ડગલાં ચાલીને પાર્થિવ દેહની પ્રદક્ષિણા પણ કરી હતી. તમને એ પણ જણાવી દઈએ કે આવું સન્માન પરિવારના અંગત કહી શકાય તેવા લોકો જ આપતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને આપેલી શ્રદ્ધાંજલિ જોઈને લોકોને પણ ગર્વની લાગણી થઈ હતી.
X
Pulwama attack Prime Minister Narendra Modi pays tribute to the soldiers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી