ફેસબુક લવ / ફેસબૂકમાં પ્રપોઝ કરીને ગાયબ થયેલા યુવકને આઈ લવ યુ કહેવા હવે વિદેશી યુવતી આવશે ભારત

Polish girl in india to search for facebook lover

Divyabhaskar.com

Dec 31, 2018, 05:19 PM IST

વીડિયો ડેસ્ક: પ્રેમને ક્યારેય સરહદના સીમાડા કે પછી ભાષાનો બાધ નડતો નથી. પ્રેમએ એક એવી અભિવ્યક્તિ છે જેને સમજવા કરતાં અનુભવવી વધુ જરૂરી છે. જો કે કદાચ એવું પણ બને કે જ્યારે તમને કોઈની પ્રત્યે પ્રેમ હોવાનો અહેસાસ થાય ત્યારે તમારો પ્રેમ ક્યાંક દૂર પણ જતો રહ્યો હોય. એવી જ એક પ્રેમકથાની આપવીતી જણાવતો વીડિયો એક યુવતીએ તેના ફેસબૂક કાઉન્ટ પર અપલોડ કર્યો હતો જે સાંભળીને લોકોએ તેને એટલો બધો શેર કર્યો હતો કે તે તેના પ્રેમીને શોધવા ભારત આવે તે પહેલાં તો આ વીડિયો ઠેરઠેર પહોંચી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં પોલેન્ડની કેટી નામની યુવતીએ તેની પ્રેમકથાનું વર્ણન કર્યું છે. આ પ્રેમની શરૂઆત થઈ હતી ફેસબુકમાં આવેલી એક અજાણી ફ્રેન્ડ રિકવેસ્ટથી. કેટીએ એટલી મીઠાશ અને પ્રેમ ભાવથી તેની આ ઓડિશાના ભુવનેશ્વરમાં રહેનાર યુવક સાથેની આખી જર્ની વ્યક્ત કરી છે કે હવે લોકો પણ તેને તેનો સાચો પ્રેમ જલ્દી મળી જાય તેની પ્રાર્થના કરી રહ્યા છે. જો કે કેટલાક લોકો એવા પણ હતા કે તેમણે આ યુવતીને ચેતવી હતી. તેઓ સ્પષ્ટ કહેતા હતા કે તે અહીં ભારતમાં આવીને તે યુવકને શોધવાનો પ્રયત્ન ના કરે કેમ કે તે ધારે છે તેવી દુનિયા સીધી સાદી નથી. યુવતીએ જ્યારે આ અચાનક જ તેના જીવનમાંથી ગુમ થઈ ગયેલા ભુવનેશ્વરના યુવકને શોધવા માટે ઓડિશામાં આવવાની વાત કરી ત્યારે તેમણે તાજેતરમાં જ પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા હામિદ અંસારીના એ નિવેદન પર પણ ધ્યાન દોર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે ક્યારેય ફેસબૂક પર પ્રેમમાં ના પડતા. હવે એ જ જોવાનું રહ્યું કે ક્યારે આ પોલેન્ડની યુવતી તેને શોધવા માટે ભારત આવશે કે પછી તેનો આ વીડિયો જોઈને તે યુવક ફરીથી તેનું ફેસબૂક અકાઉન્ટ એક્ટિવ કરીને તેનો સંપર્ક કરશે? તમને શું લાગે છે ફેસબૂકના માધ્યમથી થયેલો પ્રેમ શોધવા માટે સાવ અજાણી જગ્યા કે દેશમાં જવું કેટલું યોગ્ય?

ઇજિપ્તની મહિલાએ વાંદરાના પ્રાઇવેટ પાર્ટને પકડીને કરી મસ્તી, 90 સેકન્ડનો વીડિયો જોઈને કોર્ટે કરી તેને 3 વર્ષની સજા પણ

X
Polish girl in india to search for facebook lover

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી