Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2619

નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થિનીને અધવચ્ચે અટકાવી, પછી વાપર્યા આવા શબ્દો, વાઈરલ થયો વીડિયો

  • પ્રકાશન તારીખ04 Mar 2019
  •  

શનિવારે ‘સ્માર્ટ ઇન્ડિયા હૈકાથૉન 2019’ની વીડિયો કોન્ફરન્સમાં એક વિદ્યાર્થિનીએ વડાપ્રધાન મોદીને તેમના આ પ્રોગ્રામ વિશેની માહિતી આપતાં કહ્યું કે આ પ્રોગ્રામ ડિસ્લેક્સિયા પીડિતો બાળકો જે ભણવામાં-લખવામાં તકલીફનો અનુભવ કરે છે તેમના માટે પણ આ વિચાર ફાયદાકારક સાબિત થાય છે. તેણે એ પણ કહ્યું કે અમારી પાસે ડિસ્લેક્સિયા પીડિતો માટે એક આઇડિયા છે. જે વાંચવા-લખવામાં ખૂબ જ ધીમા હોય છે, પરંતુ તેઓ ક્રિએટિવ ખૂબ જ હોય છે. જે આપણે ફિલ્મ ‘તારે જમીન પર’માં પણ જોઇ ચૂકયા છીએ. જો કે આ સાંભળીને તરત જ મોદીએ તેને અધવચ્ચે જ અટકાવીને સામે જ સવાલ કર્યો હતો કે શું આ પ્રોગ્રામ 40-50 વર્ષના બાળકો માટે પણ ફાયદાકારક નીવડે? જે સાંભળીને સામે સ્ટૂડન્ટ્સમાં પણ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. વિદ્યાર્થિનીએ જ્યારે આ સવાલનો હસતાં હસતાં જ હા માં જવાબ આપ્યો ત્યારે વડાપ્રધાને પણ એજ સૂરમાં પોતાની વાત આગળ વધારતાં કહ્યું હતું કે સરસ તો તો આવા બાળકોની માતા પણ બહુ ખુશ થશે. નરેન્દ્ર મોદીનો આ જો ક તેમની સેન્સ ઓફ હ્યૂમર ગણાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. તો સામે કેટલાક યૂઝર્સે તો કહ્યું હતું કે ખરેખર આ શરમજનક છે ડિસ્લેક્સિયા પીડિત બાળકોને હાથો બનાવી તો રાજકારણ ના કરો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP