Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-825

દુનિયાના સૌથી દુર્લભ હીરાની થઈ હરાજી, 363 કરોડ રૂપિયામાં વેચાયેલો આ ‘પિંક ડાયમંડ’ હવે ઓળખાશે તેને ખરીદનારે આપેલા આ નામથી

  • પ્રકાશન તારીખ16 Nov 2018
  •  

જીનિવામાં સૌથી દુર્લભ એવા 19 કેરેટના ‘પિંક ડાયમંડ’ની હરાજી કરવામાં આવી હતી. જેની કિંમત 50 મિલિયન ડોલર(લગભગ 363 કરોડ રૂપિયા) રાખવામાં આવી હતી. પિંક લેગસીના નામથી દુનિયાભરમાં ફેમસ એવા આ ‘પિંક ડાયમંડ’ નો નાતો ઓપેનહાઈમર પરિવાર સાથે હોવાનું જાણવા મળ્યું હતું, જો કે આ હરાજી કરનાર આયોજકોએ હીરાના માલિકોની ઓળખ ગુપ્ત રાખી હતી. આજથી 100 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી મળી આવેલા આ દુર્લભ હીરાને છેલ્લે 1920ની આસપાસ આકાર આપવામાં આવ્યો હતો. પિંક લેગસીને ખરીદનાર કંપની હેરી વિન્સ્ટન જ્વેલરે તેનું નામ બદલીને હવે ધ વિન્સ્ટન પિંક લેગસી રાખ્યું છે. 363 કરોડ રૂપિયામાં વેચાનાર આ પિંક ડાયમન્ડે એક નવો જ રેકોર્ડ સ્થાપ્યો હતો.

સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ કપડાં કાઢીને કર્યા તાયફા, વીડિયો વાઈરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP