Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1857

માયાવતીના બર્થડેની કેક કાપીને કાર્યકર્તાઓ તીડની જેમ તૂટી પડ્યા, ઠેર ઠેર જોવા મળી કેકની લૂંટ

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

ઉત્તરપ્રદેશમાં બસપા સુપ્રીમો માયાવતીના 63મા જન્મ દિવસને લઈને પક્ષના કાર્યકર્તાઓ દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મ દિવસ નિમિત્તે પ્લાન કરાયેલા કાર્યક્રમોમાં કેક કટિંગનું પણ આયોજન કરાયું હતું. રાજ્યમાં લગભગ દરેક મોટા શહેરમાં આવા કાર્યક્રમોનું નાનામોટા પાયે આયોજન થતાં જ મોટી સંખ્યામાં બસપાના કાર્યકર્તાઓ પણ સામેલ થયા હતા. જો કે બાદમાં કેક સાથેના ફોટોસેશન પછી જેવી જ સ્ટેજ પર કેક કટ થઈ કે, કેટલાક સમર્થકોએ રીતસર જ લૂંટ મચાવી દીધી હતી. લોકોએ પણ જાણે કે પહેલીવાર જ કેક જોઈ હોય તેમ તેના પર તરાપ મારીને બંને હાથેથી ખોબે ખોબે લૂંટી હતી. રાજ્યભરના અનેક સ્થળોએ થયેલી આવી કેકની લૂંટમાર ઉજવણીના વીડિયોઝ વાઈરલ થઈ રહયા છે જે જોઈને લોકો પણ ઉગ્ર પ્રતિક્રિયા આપવાનું ચૂક્યા નહોતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP