Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3349

ઝાડના થડમાં જ લપાઈને ઘુવડ ઉંઘ માણતું હતું, મહિલા ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરી તેની છેતરામણી છટા

  • પ્રકાશન તારીખ24 Apr 2019
  •  
કેનેડાનાં 67 વર્ષીય ફોટોગ્રાફરે ગ્રે ઘુવડના એવા કેટલાક ફોટોઝ લીધા હતા જેના કારણે તેમની સર્વાઈવલ ટેકનિક પણ દુનિયાની સામે આવી હતી.એલિસ મેકેએ ઓન્ટારિયો પાસે આવેલા બ્રિટાનિયા કન્ઝર્વેશન પાર્કની મુલાકાત સમયે આ ફોટોગ્રાફ્સ લીધા હતા. પહેલી નજરે તો દરેકને આ ઝાડનું થડ જ લાગે છે પણ તેને ધ્યાનથી જોવામાં આવે તો એ થડમાં જ લપાયેલું એક ઘુવડ પણ જોવા મળે છે. આ ઘુવડ આ રીતે જ ત્યાં બિન્દાસ્ત રીતે ઉંઘતું હતું. અન્ય જંગલી પ્રાણીઓને છેતરવા માટે ઘુવડે વાપરેલી આ યુક્તિ જોઈને સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સ નવાઈ પામ્યા હતા. ઘુવડ પાસે ખુલ્લી જગ્યામાં પણ તેની જાતને છૂપાવી શકવાની કુદરતી ક્ષમતા હોય છે તો સાથે તેમના પીંછાંની રચના પણ એવી હોય છે કે તેઓ ઉડે કે શિકાર પર ત્રાટકે તો પણ અવાજ નથી થતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP