ઈરાક / નદીમાં હોડી પલટતાં બાળકો સહિત 90થી વધુ લોકોના દર્દનાક મોત, બહાર આવ્યો હોનારતનો શોકિંગ વીડિયો

Overloaded Ferry Sinks In Iraq's Tigris River

Divyabhaksar

Mar 24, 2019, 06:33 PM IST
ઈરાકના મોસુલ શહેર નજીક ટિગરિસ નદીમાં હોડી પલટી ખાઈ જવાથી 90થી પણ વધુ લોકોના ડૂબવાથી મોત થયા છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. મળતી માહિતી મુજબ હોડીમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતાં. અધિકારીઓએ વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે આ લોકો કુર્દ નવવર્ષ ઉજવી રહ્યાં હતાં. ગુરુવારે થયેલી આ દુર્ઘટના બાદ હવે ત્યાં હાજર લોકોએ રેકોર્ડ કરેલા વીડિયોઝ પણ વાઈરલ થઈ રહ્યા છે. આ હોનારત બાદ ઈરાકના વડાપ્રધાન અદેલ અબ્દેલ મહદીએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી.
X
Overloaded Ferry Sinks In Iraq's Tigris River

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી