26/11 મુંબઈ હુમલાને 10 વર્ષ પૂર્ણ, યાદ કરીએ શહીદોને

on 10th anniversary india remembers 26/11 martyrs

DivyaBhaskar.com

Nov 26, 2018, 01:34 PM IST
વીડિયો ડેસ્કઃ 26/11ના મુંબઈ હુમલાને આજે દસ વર્ષ પૂરાં થયાં છે. દેશભરમાં અલગઅલગ જગ્યાએ લોકોએ શહીદને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ પણ મુંબઈ હુમલાની વાત કરી હતી અને આતંકવાદ સામે લડવા માટે હાકલ કરી હતી. ભારતના ઈતિહાસમાં થયેલો સૌથી મોટો આતંકી હુમલો એટલે કે 26/11. મુંબઈમાં થયેલા આ આતંકવાદી હુમલાને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. લશ્કર-એ-તોયબાના 10 આતંકવાદીઓ સમુદ્રના રસ્તાથી મુંબઈમાં ઘુસીને તાજ હોટલમાં આતંક મચાવ્યો હતો. આ હુમલામાં 166 લોકોના જીવ ગયા હતા. પોલીસ અને સેનાએ કાર્યવાહી કરતા 9 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. એક આતંકવાદી અઝમલ કસાબ જીવતો પકડાયો હતો. જેને બાદ એક વર્ષ પૂણાની યરવડા જેલમાં 21 નવેમ્બર 2012ને ફાંસી અપાઈ હતી. ​
X
on 10th anniversary india remembers 26/11 martyrs

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી