ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ

Odisha: dog fights snake to save puppies

Divyabhaskar.com

Sep 21, 2018, 06:37 PM IST
નેશનલ ડેસ્ક: ઓડિશાના ભદ્રક શહેરમાં પોતાનાં ગલુડિયાંને બચાવવા માટે માતાએ ઝેરીયા કોબ્રા સાથે લડાઈ કરી હતી. ઘર પાસેની સીડી નીચે માતા તેનાં સાત બચ્ચાં સાથે રહેતી હતી. એવામાં અચાનક સાપ ચડી આવ્યો હતો. સાપને જોતાં જ કૂતરી પોતાનાં ગલુડિયાંને બચાવવા માટે સાપ સામે ભસવા લાગી હતી. લગભગ 10 મિનિટ સુધી સાપ અને કૂતરી વચ્ચે લડાઈ ચાલી. આ દૃશ્ય જોતાં આસપાસથી લોકો પણ એકઠા થઈ ગયા હતા. તેઓએ રેસ્ક્યૂ ટીમને જાણ કરતાં ટીમ આવી પહોંચી હતી અને સાપને પકડી લીધો હતો. જોકે આ ઘટનામાં સાપે બે ગલુડિયાંને ડંસ મારતાં તેનાં સ્થળ પર જ મોત થયાં હતાં. પણ માતાએ પોતાનાં 5 ગલુડિયાંને બચાવી લીધાં હતાં.
X
Odisha: dog fights snake to save puppies

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી