• Home
  • Dvb
  • Dbv
  • Nuisance in police line in Patna, 175 policemen dismiss

મહિલા કોન્સ્ટેબલનાં મોત બાદ પોલીસકર્મીઓએ જ મચાવ્યો હોબાળો,સિટી એસપી અને ડીએસપીને દોડાવાયા

Nuisance in police line in Patna, 175 policemen dismiss

ડિસમિસ કરવામાં આવેલા પોલીસકર્મચારીઓ પર હત્યાનો પ્રયાસ, રમખાણો કરવા, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું, અધિકારીઓ પર હુમલા જેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ કેસમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે. તેમાંથી અમુક લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, તેઓ આ કાર્યવાહી વિરુદ્ધ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે.

divyabhaskar.com

Nov 05, 2018, 03:25 PM IST

પટના: પોલીસ લાઈનમાં શુક્રવારે મહિલા ટ્રેનીના મોતપર વિરોધ કરવાના મામલે રવિવારે 175 પોલીસકર્મીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે. તેમાં 77 મહિલાઓ સાથે 167 રંગરુટ સામેલ છે. વિભાગના 23 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, રાજ્યમાં પોલીસલાઈનમાં આ સૌથી મોટી કાર્યવાહી છે.

રંગરુટ સિવાય જે આઠ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે તપાસમાં ઉશેકરવામાં દોષિત નોંધવામાં આવ્યા છે. જે 23 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાંથી ત્રણ ટ્રેની સવિતા બીમાર હોવા છતાં તેને રજા આપી ન હોવાના કારણે દોષિત જાહેર કરાયા છે. બાકીના 20 અધિકારીઓ ડ્યૂટી પર ગેરહાજર અથવા તેમણે ઉપદ્રવીઓને રોકવાનો પ્રયત્ન ન કર્યો નહતો. આઈજી નૈયર હસનૈન ખાન, એસએસપી મનુ મહારાજ અને અન્ય પોલીસ અધિકારીઓએ આ કેસમાં ચાર કેસની સમીક્ષા પછી ડિસમિસનો ઓર્ડર આપ્યો છે.

X
Nuisance in police line in Patna, 175 policemen dismiss

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી