• Home
  • Dvb
  • Dbv
  • નારોહિતો બન્યા જાપાનના નવા સમ્રાટ, શરૂ થયો દેશમાં રેઇવા યુગ,new japan emperor naruhito

તાજપોશી / નારોહિતો બન્યા જાપાનના નવા સમ્રાટ, શરૂ થયો દેશમાં રેઇવા યુગ, 200 વર્ષોમાં રાજપાટ છોડનારા પહેલાં સમ્રાટ અકિહિતો

divyabhaskar.com

May 01, 2019, 02:58 PM IST
જાપાનમાં 126મા સમ્રાટ તરીકે નારોહિતો ઔપચારિક રીતે જાપાનના રાજસિંહાસન પર બેસી ગયા છે. ભારતીય સમયાનુસાર મંગળવારે અડધી રાત્રે સમ્રાટ અકિહિતોએ તેમની રાજગાદી તેમના પુત્ર નારોહિતોને સોંપી. નારોહિતોએ રાજસિંહાસન પર બેસતાની સાથે જ પહેલા સંબોધનમાં ખુશહાલી અને વિશ્વ શાંતિની આશા વ્યક્ત કરી. ઈમ્પિરિયલ પેલેસમાં આયોજીત પારંપારિક રિતરિવાજો વચ્ચે નારોહિતોની તાજપોશી થઈ અને જાપાનના શાહી ખજાનાની ચાવી તેમને સોંપવામાં આવી. એવુ કહેવાય છે કે જાપાનમાં જ્યારે કોઈ રાજા પોતાની ગાદી છોડે છે ત્યારે એક યુગનો અંત થાય છે અને નવા રાજા બનવાની સાથે બીજા યુગની શરૂઆત થાય છે. ત્યારે જાપાનમાં હાલ રેઇવા યુગની શરૂઆત થઈ છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી