Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1675

કેનેડાના એક વીડિયોએ ઉડાવી ભારતીયો અને ભારતીય સંસ્કૃતિની મજાક, વડાપ્રધાન ટ્રુડોને મદારી બનાવીને કરી પેરોડી

  • પ્રકાશન તારીખ06 Jan 2019
  •  

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફેબ્રુઆરી, 2018માં કરેલો ભારતપ્રવાસ હજુ સુધી તેમનો પીછો છોડતો નથી. સરકારી ફન્ડિંગથી ચાલી રહેલા પબ્લિક બ્રોડકાસ્ટ રેડિયો કેનેડાએ ટ્રુડોના ભારતપ્રવાસની સાથે ભારતીય સંસ્કૃતિની પણ મજાક ઉડાવતાં સમગ્ર દેશમાં રેડિયો કેનેડાની ટીકા થઇ રહી છે. પ્રોગ્રામની શરૂઆતમાં ટ્રુડોની ભૂમિકા ભજવનાર એક કલાકાર ભારતીય મદારી જેવા કપડાં પહેરી કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાય છે. મોન્ટ્રીઅલ કલ્ચર કંપની બોર્ડ બ્લાસ્ટની મૂળ ભારતીય ફાઉન્ડર ઈનાએ કહ્યું કે, આ વીડિયો સ્પષ્ટપણે ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. અમારા ડાન્સ અને પરંપરાઓની આ પ્રકારે મજાક ઉડાવવી યોગ્ય નથી. આ ઉપરાંત અન્ય એક ઈન્ડો-કેનેડિયન માહા ખાને કહ્યું કે, આ રેડિયો કેનેડાનું ખાલી મગજ દર્શાવે છે. આ તેનો અત્યાર સુધીનો સૌથી વાહિયાત પ્રોગ્રામ છે. રેડિયો કેનેડાએ આ પ્રોગ્રામ નવા વર્ષની સાંજે ટીવી ચેનલો પર પ્રસારિત કરાયો હતો. તેના પ્રસારણ બાદ વિવાદ સર્જાયો હતો. રેડિયો કેનેડાના ફેસબુક પેજ પર પણ હજારો લોકોએ આ પ્રોગ્રામની આકરી ટીકા કરી.

આ વીડિયો પણ તમને ચોક્કસ ગમશે, જેને જોઈને લોકોએ કહ્યું, 'ગાયે ગોદ લઈ લીધાં કૂતરીનાં બચ્ચાં'​

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP