• Home
  • Dvb
  • Dbv
  • Modi fans beaten by congress members in Borivali Station

લોકસભા ઈલેક્શન / બોરીવલી સ્ટેશન પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી મારામારી, મોદી મોદીના નારા લગાવતા યુવકોને માર્યો માર

Modi fans beaten by congress members in Borivali Station

Divyabhaskar

Apr 16, 2019, 06:51 PM IST
ગઈકાલે સોશિયલ મીડિયામાં એક મુંબઈના બોરીવલી સ્ટેશનનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં જોઈ શકાતું હતું કે ત્યાં પ્રચારાર્થે નીકળેલા કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓને જોઈને ત્યાં હાજર કેટલાક યુવાનોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. તેમના આવા નારા સાંભળીને સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચોકીદાર ચોર હૈના નારા લગાવીને તેમને મારવાનું ચાલું કરી દીધું હતું. વાઈરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને કેટલાક યૂઝર્સે લખ્યું હતું કે કોંગ્રેસી પ્રચારકોએ આવી ગુંડાગીરી પણ કોઈ ભાજપના લોકો સામે નથી કરી, તેમણે મોદી મોદીના નારા લગાવતી સામાન્ય જનતા સામે જોહુકમી કરી હતી કેમ કે આ લોકોએ તો તેમના જેમ કોઈ પક્ષનો ખેસ પણ નહોતો પહેર્યો. જો કે, બાદમાં ત્યાં હાજર રહેલી પોલીસે માંડ માંડ આખો મામલો થાળે પાડ્યો હતો.
X
Modi fans beaten by congress members in Borivali Station

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી