• Home
  • Dvb
  • Dbv
  • Mobile theft caught in cctv in bharuch narmada road

હાથચાલાકી / કરિયાણાની દુકાનમાં ખરીદીના બહાને આવેલો ગઠિયો મોબાઇલ ચોરી ફરાર

Mobile theft caught in cctv in bharuch narmada road

Divyabhaskar

Jan 12, 2019, 06:19 PM IST

ભરૂચ શહેરમાં આવેલાં નર્મદા માર્કેટ ખાતે આવેલી ગાંધી ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાનમાં ખરીદી કરવાના બહાને આવેલાં એક ગઠિયાએ નજર ચુકવી વેપારીનો મોબાઇલ ચોરી કરી ગયો હતો. સીસીટીવી ફુટેજ તપાસતાં તેમાં તમામ વારદાત કંડેરાઇ ગઇ હોઇ વેપારીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાને શોધવાની કવાયત શરૂ કરી છે. ભરૂચના નર્મદા માર્કેટમાં આવેલી ગાંધી ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાનમાં એક યુવાન ખરીદી કરવાના બહાને આવ્યો હતો. દુકાનદાર નાગજી ગાંધી અને તેમના પુત્રની નજર ચૂકવીને યુવાન ટેબલ પર મુકેલો મોબાઇલ ફોનની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયો હતો. મોબાઈલ નહીં મળતા દુકાનદારે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં તેમનો મોબાઇલ યુવાન ચોરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.જેના પગલે તેમણે એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપીના સગડ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

X
Mobile theft caught in cctv in bharuch narmada road

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી