• Home
  • Dvb
  • Dbv
  • middle aged man beaten by mob in jamshedpur|50 વર્ષનો આધેડ ઝડપાયો 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરતાં

50 વર્ષનો આધેડ ઝડપાયો 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરતાં, ભડકેલી પબ્લિકે થાંભલે બાંધીને ઢોરમાર મારીને બનાવ્યો વીડિયો

middle-aged man beaten by mob in jamshedpur|50 વર્ષનો આધેડ ઝડપાયો 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરતાં

Divyabhaskar.com

Oct 30, 2018, 05:41 PM IST

જમશેદપુરમાં એક આધેડને થાંભલે બાંધીને મહિલા સહિત કેટલાક લોકોએ ઢોરમાર માર્યો હતો. પહેલી નજરે ભલે લોકોને આ આધેડ પર દયા આવતી લાગે પણ તેનું કારનામું સાંભળીને દરેકનું લોહી ઉકળવા લાગે. મહિલાઓના ગુસ્સાનો ભોગ બની રહેલા આ આધેડે તેની પાડોશમાં જ રહેતી એક સાત વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેની આ હરકતની લોકોને જાણ થતાં જ તેની આ દશા કરી હતી. કોઈએ તેને ચંપલથી મારી મારીને ગાલ લાલ કર્યો હતો તો કોઈએ આ હેવાનને લાતો અને ધોકાથી અધમૂઓ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્યાં પહોંચીને તેની ધરપકડ કરી હતી.તપાસમાં બહાર આવ્યું હતું કે આ ઓટોચાલક તેમની બાજુમાં જ રહેતો હતો પોલીસે પૉક્સોનો કેસ નોંધીને તપાસની ગતિવિધિઓ તેજ કરી હતી તો સાથે જ તે બાળકીનું મેડિકલ તપાસ હાથ ધરવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી.

110 વર્ષ બાદ ફરી દરિયાઈ સફરે નીકળશે ટાઈટેનિક, 3,600 કરોડના ખર્ચે બની રહેલું આ નવું જહાજ પણ જૂના માર્ગ પર ચાલશે

X
middle-aged man beaten by mob in jamshedpur|50 વર્ષનો આધેડ ઝડપાયો 7 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરતાં

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી