Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-515

મજબૂરીમાં મહિલા પોલીસકર્મી ચાલુ નોકરીએ અદા કરતી હતી માતાની ફરજ, ‘મધરકોપ’ લખીને વખાણ કરતો ફોટો વાઈરલ થતાં ડીજીપીએ કરી બદલી

  • પ્રકાશન તારીખ29 Oct 2018
  •  

ઉત્તરપ્રદેશ: યુપીના ઝાંસી જિલ્લાના કોતવાલી પોલીસમથનાં મહિલા સિપાહી અર્ચના જયંત ડ્યૂટીની સાથે માતા તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે. તેમની એક તસવીર તાજેતરમાં જ વાઈરલ થઈ હતી જેમાં તે પોલીસમથકમાં કામ કરે છે જ્યારે તેની 8 મહિનાની પુત્રી અનિકા રિસેપ્શન કાઉન્ટર પર સૂતેલી દેખાય છે. એક તરફ માનું કર્તવ્ય અને બીજી તરફ પોલીસની નોકરી. અર્ચના બન્ને ફરજો નિષ્ઠાથી નિભાવી રહી છે.બે પુત્રીઓની માતો એવાં અર્ચના ઝાંસીમાં ભાડાના ઘરમાં રહે છે. શહેરમાં તેની સાથે પરિવારમાંથી બીજું કોઇ રહેતું નથી. તેથી અનિકાને ડ્યૂટી પર લઇ જાય છે. ડીઆઇજીએ અર્ચનાને પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે. આ ફોટો વાઈરલ થયા બાદ યુપી ડીજીપી ઓ.પી.સિંહે આ મહિલા સિપાહીને તેમના વતન આગ્રા પાસે બદલી પણ કરી આપી હતી.

અર્ચનાએ જણાવ્યું હતું કે, 'તેના માટે નોકરી અને દીકરી બન્ને ખૂબ મહત્વના છે. તે ડ્યૂટીની સાથે-સાથે મારી પુત્રીની દેખરેખ પણ રાખે છે. એક સિપાહીની ડ્યુટી 24 કલાકની હોય છે પણ સ્ટાફના સપોર્ટના કારણે નોકરીના કલાકો ઘટી જાય છે. જોકે, ક્યારેક એવી સ્થિતિ પણ સર્જાય છે કે કોઇ ન હોય ત્યારે ડ્યૂટી પર બોલાવાય છે. ત્યારે તે અનિકાને પણ સાથે લઇને જાય છે.'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP