• Home
  • Dvb
  • Dbv
  • martial arts at 11000 feet in Uttarakhand s Auli video went viral of ITBP

હાઉ ઈઝ ધ જોશ / 11 હજાર ફૂટની ઉંચાઈએ ભારતીય જવાનોની માર્શલ આર્ટવાળી જાંબાઝી

martial arts at 11000 feet in Uttarakhand s Auli  video went viral of  ITBP

Divybhaskar

Jan 28, 2019, 07:31 PM IST

ગઈકાલે ભારત તિબ્બત સીમા પોલીસે લદાખમાં ગજબ સાહસ અને હિંમતનું પ્રદર્શન કર્યું. આઇટીબીપીના સૈનિકોએ માયનસ 30 ડિગ્રી તાપમાનમાં ધ્વજ ફરકાવ્યો. જ્યાં આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો તેની ઊંચાઈ 18000 ફૂટની છે. અહીં ઝંડો ફરકાવવો એ સૈનિકોના સાહસ અને હિંમતને દર્શાવે છે. આઇટીબીપીએ તેમના ટ્વિટર વોલ પર ઝંડો ફરકાવ્યાંનો વીડિયો શેર પણ કર્યો હતો. તેવામાં આજે જવાનોની જાંબાઝીનો વધુ એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઉત્તરાખંડના ઔલીમાં 11 હજાર ફૂટ કડકડતી ઠંડીમાં આઇટીબીપીના જવાનો માર્શલ આર્ટ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે. જે જોઈને દરેક દેશવાસીના મનમાં ઉરી ફિલ્મનો ફેમસ ડાયલોગ 'How is the Josh'રમવા લાગે છે. લોહી થીજવી નાખે તેવી ટાઢમાં દેશના જવાનોની ફરજ પ્રત્યેની આવી વફાદારી અને જુસ્સો જોઈને દુનિયાએ પણ સલામ કરી હતી.

X
martial arts at 11000 feet in Uttarakhand s Auli  video went viral of  ITBP

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી