• Home
  • Dvb
  • Dbv
  • man calls police for lift Video of retrogression goes viral

હદ છે / બસનું ભાડું નહોતું તો યુવકે 100 નંબર પર કોલ કર્યો, પોલીસ આવતાં જ માગી લિફ્ટ

man calls police for lift Video of retrogression goes viral

Divyabhaskar

Mar 17, 2019, 03:23 PM IST
સોશિયલ મીડિયામાં આજકાલ એક એવો વીડિયો વાઈરલ થયો છે જેમાં એક યુવકે ભાડાના પૈસા ના હોવાથી સીધો જ 100 નંબર ડાયલ કર્યો હતો તે પણ એટલા માટે જ કે પોલીસ તેને લિફ્ટ આપીને તેના ઘરે મૂકી જાય. 100 નંબર પર કોલ આવ્યો હોવાથી પોલીસ પણ તેની પાસે જાય છે અને આખી ઘટનાની પૂછતાછ કરવા લાગે છે. ધીરેધીરે આ યુવકની તપાસમાં તેની ક્રેઝીનેસ બહાર આવવા લાગે છે. પોલીસ પણ આ અજીબોગરીબ કેસ જોઈને બે ઘડી વિચારમાં પડી ગઈ હતી. તે યુવકની એક જ હઠ હતી કે તેની પાસે બસનું ભાડું નથી તો 100 નંબરવાળી પોલીસ તેને ઘરે ઉતારી જાય. જોરશોરથી વાઈરલ થયેલા આ વીડિયોમાં એ તો બહાર નથી આવતું કે પોલીસ આને મૂકવા માટે ગઈ હતી કે પછી રવાના કર્યો હતો. પણ એક વાત તો ચોક્કસ છે કે લોકોએ પણ આ વીડિયોની મજા બરાબરની લીધી છે.
X
man calls police for lift Video of retrogression goes viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી